Samagrah Shiksha SSA Gyan Sahayak Recruitment / Bharti 2024 | ગુજરાત જ્ઞાન સહાયક ભરતી ૨૦૨૪

Samagrah Shiksha SSA Gyan Sahayak Recruitment / Bharti 2024 | ગુજરાત જ્ઞાન સહાયક ભરતી ૨૦૨૪


શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે.


જગ્યાનું નામ & માસિક ફિકસ (મહેનતાણું) & વયમર્યાદા : 

જ્ઞાન સહાયક (માધ્યમિક) - Rs. 24,000/- Per Month - 40 Years

જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) - Rs. 26,000/- Per Month - 42 Years


શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.


જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે લિંક : https://bit.ly/HS_GYANSAHAYAK

જ્ઞાન સહાયક માધ્યમિક માટે લિંક : https://bit.ly/SEC_GYANSAHAYAK


ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.


ઓન-લાઇન અરજી કરવાની તારીખ : ૨૭/૦૭/૨૦૨૪ શનિવાર (૧૪:૦૦ કલાક થી શરૂ) 

ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૫/૦૮/૨૦૨૪ સોમવાર (૨૩:૫૯ કલાક સુધી)


Official Notification ટૂંક સમયમાં મુકવામાં આવશે 


Official Websitehttps://ssarms.gipl.in/


સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યામાં કરાર આધારિત શિક્ષક મળશે

૭ હજાર જગ્યામાં જ્ઞાન સહાયક માટે ૨૭મી થી અરજી કરી શકાશે

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી અંદાજે ૭ હજારથી વધુ જગ્યામાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. 

જ્ઞાન સહાયક માટે તા.૨૭ જુલાઈથી અરજી કરી શકશે, જે ૫ ઓગસ્ટ સુધી કરી શકાશે. ગુજરાતની સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાના ૪૯ દિવસ બાદ શિક્ષકો વિનાના વિદ્યાર્થીઓને કરાર આધારિત જ્ઞાન સહાયક આપવા માટેની પ્રક્રિયા શરૂ થશે, જે અંદાજે એક મહિનો કે એનાથી પણ વધુ સમય ચાલે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. 

આમ સત્ર શરૂ થયાના લાંબા સમય સુધી વિદ્યાર્થીઓને શિક્ષક વિના જ દિવસો પસાર કરવા પડે છે અને આ સિલસિલો ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં વર્ષોથી ચાલ્યો હોવતો હોવાના આક્ષેપો થયા છે. 

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક- માધ્યમિક અને જ્ઞાન સહાયક- ઉચ્ચતર માધ્યમિકની ભરતી થશે.


More Information :