10th and 12th board exams start from today, 16.76 lakh students will give the exam | આજથી ધો-10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 16.76 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

10th and 12th board exams start from today, 16.76 lakh students will give the exam 


આજથી ધો-10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 16.76 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 

ગાંધીનગર : રાજ્યભરમાં આવતીકાલ તા.11મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા રાજ્યભરમાં 1634 કેન્દ્ર પર લેવામાં આવશે. જેમાં ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનમાં 981 કેન્દ્ર પર, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 56 ઝોનમાં 653 કેન્દ્રો પર લેવામાં આવશે.

રાજ્યભરમાં કુલ ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૨,૦૭૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે ધોરણ 10માં 9.17 લાખ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.89 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 20,000થી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ભાગ લેશે.


More Information :