ACPDC ITI / TEB / IGTR Certificate Holders to Diploma Engineering (C to D) Admission 2024-2025 | acpdc.gujarat.gov.in | gujdiploma.admissions.nic.in

ACPDC ITI / TEB / IGTR Certificate Holders to Diploma Engineering (C to D) Admission 2024-2025 | acpdc.gujarat.gov.in | gujdiploma.admissions.nic.in 

-

કમિશ્નરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ટેકનિકલ),ગુજરાત

બીજો માળ, એસીપીસી બીલ્ડીંગ, એલ.ડી કોલેજ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૧૫


ITI / TEB / IGTR માન્ય પ્રમાણપત્ર ધારકોને ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર) માં ઓનલાઇન પ્રવેશ વર્ષ: ૨૦૨૪ -૨૫

Certificate Holders to Diploma Engineering (C to D)


ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર) માં સીધા પ્રવેશ માટે, પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે, ગુજરાત સરકારશ્રી દ્વારા પ્રવેશ વર્ષ: ૨૦૨૪ -૨૫ માં સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર ડિપ્લોમા ઈજનેરી સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ બેઠકો માટે વેબ બેઝડ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનુ નક્કી કરેલ છે.

(૧) પ્રવેશ લાયકાત : જે ઉમેદવારે માધ્યમિક શાળાંત પરીક્ષા (ધો.૧૦) ગણિત/ બેઝિક ગણિત/ સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે માન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ કરેલ હોય +NCVT અથવા GCVT અથવા TEB અથવા IGTR દ્વારા માન્ય બે વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ ઉત્તીર્ણ કરેલ હોય તેઓ સમિતિની અધિકૃત વેબસાઈટ https://acpdc.gujarat.gov.in/ ઉપર મુકવામાં આવેલ એપેન્ડીક્ષ-૧(પરિશિષ્ટ-૧) માં દર્શાવેલ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી શકશે.

(૨) રજીસ્ટ્રેશન : ઉમેદવારો ઓનલાઇન રજીસ્ટ્રેશન https://gujdiploma.admissions.nic.in ની વેબસાઇટ પર તા: ૧૫/૦૪/૨૦૨૪ થી તા: ૩૦ /૦૪/૨૦૨૪ સુધીમાં કરી શકશે. પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ઉમેદવારો ઇન્ટરનેટ સુવિધાવાળા મોબાઇલ/ કોમ્પ્યુટર/ લેપટોપ/ ટેબલેટ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયાની વિગતવાર માહિતી, ઉમેદવારો માટેની ઇ-માહિતી પુસ્તિકા અને વિડિઓ લીંક https://acpdc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.

(૩) રજીસ્ટ્રેશન ફી : રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે https://gujdiploma.admissions.nic.in પર સંપૂર્ણ વિગત ભરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.૨૫૦/- (Nonrefundable) ઓનલાઈન પેમેન્ટ કરવાના રહેશે. આ અંગેની કોઇપણ મુશ્કેલી માટે પ્રવેશ સમિતિની હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૬૫૬૬૦૦૦ પર આપ સંપર્ક કરી શકો છો. ઉમેદવાર પોતાનું સંપૂર્ણ વિગતો ભરેલું રજીસ્ટ્રેશન ફોર્મ સમિતિની ઉપરોક્ત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.પ્રવેશવાંચ્છુક ઉમેદવારોએ પોતાના બેંક એકાઉન્ટ/ જોઇન્ટ એકાઉન્ટ અંગેની બેંકની માહિતી રજીસ્ટ્રેશન દરમ્યાન ભરવી હિતાવહ છે. આગળની પ્રક્રિયામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી પેટે ઑનલાઇન પેમેન્ટ કરવું ફરજીયાત રહેશે.

(૪) હેલ્પ સેન્ટર : પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેનાર દરેક સંસ્થાઓ/ કોલેજો ખાતે Help Centre અંગેની સુવિધા નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે (જેની યાદી https://acpdc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.) COVID-19ને લગતી સરકારશ્રીની વખતોવખતની માર્ગદર્શક સૂચનાઓનો ચૂસ્ત પણે અમલ થાય તે મુજબ ઉમેદવાર કોઈપણ Help Centre ખાતેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. જાહેર રજાના દિવસો સિવાય કોઈ પણ દિવસે સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક દરમ્યાન કોઈપણ Help Centre ખાતે ઉમેદવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા રૂબરૂ મુલાકાત લઈ શકશે


નોંધ :

(અ) ઓનલાઇન પ્રવેશને લગતી તમામ માહિતી જેવી કે સરકારી/અનુદાનિત/સ્વનિર્ભર સંસ્થાઓની યાદી, ઉપલબ્ધ બેઠકો, પ્રવેશ લાયકાત, પ્રવેશના નિયમો, ગતવર્ષના જે તે સંસ્થાની જે તે શાખામાં અંતિમ પ્રવેશના માર્ક/મેરીટ નંબરની યાદી, રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સમજૂતી,જરૂરી અગત્યના દસ્તાવેજોના નમૂના ,સમય સારણી વગેરે માહિતી https://acpdc.gujarat.gov.in/ વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન કરતા પહેલા તેનો અભ્યાસ કરી લેવો હિતાવહ રહેશે.આ માટે પ્રવેશવાંચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ઉમેદવારે કોઇપણ Document રૂબરૂ આપવા કે ચકાસણી કરાવવા જવાની જરૂર નથી પ્રવેશ માટેની સંપૂર્ણ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે.

(બ) સમિતિની વેબસાઇટ તથા ઈ-બુલેટ માં દર્શાવવામાં આવેલ KEY Dates (પ્રવેશ કાર્યક્રમ સારણી) પ્રમાણે આગળની ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની ઉમેદવારોએ નોધ લેવી, અને પ્રવેશ કન્ફર્મ ન કરાવી લે ત્યાં સુધી બંને વેબસાઇટની નિયમિત રીતે મુલાકાત લેતા રહેવું હિતાવહ છે. (ક) ઉમેદવારોએ ભરેલ ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મના સમિતિ દ્વારા કરવામાં આવતા વેરીફિકેશન દરમ્યાન જો કોઇ વિસંગતતા જણાશે તો ક્વેરી જનરેટ થશે અને જે તે ઉમેદવાર ને આ બાબતની જાણ તેઓના રજીસ્ટ્રર્ડ ઇમેઇલ અને મોબાઇલ પર કરવામાં આવશે અને તેની પૂર્તતા માટે ઉમેદવારે તેમની ક્વેરી મુજબના દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જેથી ઉમેદવારે સમયાંતરે પાત્રતા માટે https://gujdiploma.admissions.nic.in પર પોતાના login-ID માં જોતા રહેવુ હિતાવહ છે. COVID-19 ને લગતી સરકારશ્રી ની વખતોવખતની માર્ગદર્શક સૂચનાઓનો ચૂસ્ત પણે અમલ થાય તે મુજબ ઉમેદવાર તેમની કવેરી મુજબના દસ્તાવેજ અપલોડ કરવા Help Centre ની મુલાકાત પણ લઈ શકશે.

(ડ) તમામ ઇચ્છુક ઉમેદવારો અને તેમના વાલીઓએ પ્રવેશ પ્રક્રિયા અંગેની તમામ નવીનતમ માહિતી અને અપડેટ્સ માટે સમયાંતરે ACPDC ની ઉપરોક્ત વેબસાઇટ્સ તપાસતા રહેવું હિતાવહ છે.આ અંગેની કોઇપણ મુશ્કેલી માટે પ્રવેશ સમિતિની હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૬૫૬૬૦૦૦ પર આપ સંપર્ક કરી શકો છો.


ખાસ નોંધ : જે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યા પછી વાયરમેન અને જનરલ મિકેનિક્સના અભ્યાસક્રમો પાસ કર્યા છે તેઓ પણ ચાલુ પ્રવેશ વર્ષથી બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર) ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પાત્ર છે.


Official Websites :

(1) https://acpdc.gujarat.gov.in/ (For Information)

(2) https://gujdiploma.admissions.nic.in/ (For Registration)


Help Line: 079-26566000


More Information :