New scheme announced - 500 crore for New e-vehicles from April to July 2024 : Rs 10,000 subsidy on two-wheelers

500 crore scheme announced for e-vehicles from April to July 2024 : Rs 10,000 subsidy on two-wheelers


એપ્રિલથી જુલાઇ 2024 સુધી સ્કીમનો લાભ મળશે ઇ-વ્હીકલ માટે 500 કરોડની યોજના જાહેર

ટૂ-વ્હીલર પર 10 હજાર સહાય


દેશમાં ઇ-મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે રૂ.500 કરોડની નવી યોજનાની જાહેરાત કરી છે. એપ્રિલ 2024 થી જુલાઇ 2024 સુધી ચાર મહિના સુધી ચાલનારી આ સ્કીમમાં રૂ.500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ નવી સ્કીમ ખાસ કરીને ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ માટે છે.


અથવા ફાસ્ટર એડપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઑફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન ઇન્ડિયા પ્રોગ્રામની મુદત આગામી 31માર્ચ, 2024ના રોજ પૂરી થઇ રહી છે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024ની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ જણાવ્યું હતું કે મોદી સરકાર દેશમાં ઇ-મોબિલિટીને વેગ આપવા માટે પ્રતબિદ્ધ છે. આ સ્કીમ હેઠળ, પ્રતિ ટૂ-વ્હીલર્સ ૫૨ રૂ.10,000ની સહાય પૂરી પાડવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય લગભગ 3.33 લાખ ટૂ-વ્હીલર્સને સહાયતા પ્રદાન કરવાનો છે. 


જ્યારે થ્રી-વ્હીલર્સ (ઇ- રીક્ષા અને ઇ-કાર્ટ્સ)ની ખરીદી પર રૂ.25,000ની સહાય કરવામાં આવશે. સ્કીમ હેઠળ તેવા 41,000 વાહનોને કવર કરવામાં આવશે. જ્યારે મોટા થ્રી-વ્હીલરની ખરીદી ૫૨ રૂ.50,000ની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે. FAME સ્કીમના બીજા તબક્કા હેઠળ મળતી સબસિડીમાત્ર 31માર્ચ, 2024સુધી વેચાયેલા વાહનો પર જ મળવાપાત્ર રહેશે. અગાઉ ભારે ઉદ્યોગ મંત્રાલય અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (રૂરકી) વચ્ચે ઇવી સેક્ટરને આગળ વધારવા તેમજ ઇનોવેશન માટે સાથે કામ કરવા માટેMoU પર હસ્તાક્ષર કર્યા હતા.


More Information :