Adarsh Nivasi School Admission 2024 | આદર્શ નિવાસી શાળાઓની ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષાની જાહેરાત | https://ans.orpgujarat.com

Adarsh Nivasi School Admission 2024 | આદર્શ નિવાસી શાળાઓની ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષાની જાહેરાત | https://ans.orpgujarat.com 


કમિશનર, આદિજાતિ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

બિરસા મુંડા ભવન, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર-૩૮૨૦૧૦

આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ

પરીક્ષા અંગેની જાહેરાત (શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫)

અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુથી રાજય સરકાર દવારા રહેઠાણની સુવિધા સાથે આદર્શ નિવાસી શાળાઓની યોજના સને ૧૯૮૬-૮૭ થી અમલમાં મુકેલ છે. જેમાં છાત્રોને વિના મૂલ્યે રહેવા, જમવા, ગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે. હાલ રાજયમાં આદિજાતિ કુમારો માટેની ૨૬ શાળાઓ, કન્યાઓ માટેની ૨૬ શાળાઓ અને કુમાર-કન્યા (મિશ્ર) માટેની ૨૩ શાળાઓ મળીને કુલ ૭૫ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. સદર નિવાસી શાળાઓ માધ્યમિક વિભાગ ધોરણ-૯ થી ધોરણ-૧૦ સુધીની છે. જે પૈકી ૩૨ નિવાસી શાળાઓમાં ધોરણ ૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ના વર્ગો ચાલે છે. આદર્શ નિવાસી શાળાઓની યાદી નીચે મુજબ છે. 


અનુ.જનજાતિના કુમારો માટેની આદર્શ નિવાસી શાળા (માધ્યમિક કક્ષા ધો.૯ થી ૧૦)

(૧) દાહોદ (ર) વઘઇ (૩) રાજપીપળા (૪) ધરમપુર (૫) ડેડીયાપાડા (૬) વાંસદા (૭) ભિલોડા (૮) નેત્રંગ (૯) તરસાડી (૧૦) સંતરામપુર (૧૧) અંકલેશ્વર (૧૨) દેવગઢબારીયા (૧૩) ઉકાઇ (૧૪) નસવાડી (૧૫) દાંતા (૧૬) પાવીજેતપુર (નાની રાસલી) (૧૭) છોટઉદેપુર (તેજગઢ) (૧૮) મહુવા (૧૯) ગાંધીનગર (વાવોલ) (૨૦) અમદાવાદ (હાલ-ગાંધીનગર) (૨૧) સુરત (૨૨) કવાંટ (૨૩) બરડીપાડા (૨૪) ઉમરપાડા (૨૫) નોગામા (હાલ-વલસાડ) (૨૬) સાગબારા


અનુ.જનજાતિની કન્યાઓ માટેની આદર્શ નિવાસી શાળા (માધ્યમિક કક્ષા ધો.૯ થી ૧૦)

(૧) લીમખેડા (૨) છોટાઉદેપુર (વસેડી) (૩) વ્યારા (ટીચકપુરા) (૪) સોનગઢ (૫) વડોદરા (૬) ચીખલી (૭) અંબાજી (૮) ખેડબ્રહ્મા (૯) સાગબારા (૧૦) ઝાલોદ (૧૧) સાપુતારા (૧૨) ગાંધીનગર (રાયસણ) (૧૩) વાપી (૧૪) તાલાલા (૧૫) અમીરગઢ (૧૬) ઝઘડીયા (૧૭) આહવા (હાલ-સાપુતારા) (૧૮) નવસારી (સીસોદ્રા) (૧૯) ઉમરગામ (મલાવ) (૨૦) વલસાડ (વેલવાચ) (૨૧) ખેરગામ (હાલ-ચીખલી) (૨૨) અંકલેશ્વર (૨૩) ડેડીયાપાડા (૨૪) રાજપીપળા (૨૫) મહુવા (૨૬) ઉમરપાડા


અનુ.જનજાતિ (કુમાર અને કન્યા માટેની મીશ્ર) આદર્શ નિવાસી શાળા (માધ્યમિક કક્ષા ધો.૯ થી ૧૦)

(૧) માંગરોળ (હાલ-ઉમરપાડા) (૨) જાંખલા (હાલ-ઉમરપાડા) (3) મેઘરજ (હાલ-ભિલોડા) (૪) ગાંધીનગર (અંગ્રેજી માધ્યમ) (૫) વાલીયા (૬) તિલકવાડા (૭) ગરૂડેશ્વર (૮) નિઝર (૯) ઉચ્છલ (૧૦) ડોલવાણ (૧૧) કુકકરમુંડા (૧૨) વાલોડ (૧૩) કપરાડા (૧૪) ધાનપુર (૧૫) ફતેપુરા (૧૬) ગરબાડા (૧૭) સંજેલી (૧૮)સીંગવડ (૧૯) કડાણા (૨૦) ઘોઘંબા (૨૧) જાંમ્બુઘોડા (૨૨) પોશીના (૨૩) વિજયનગર


અનુ.જનજાતિના કુમારો માટેની આદર્શ નિવાસી શાળા (ઉચ્ચતર માધ્યમિક શાળા ધો.૧૧ થી ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)

(૧) રાજપીપળા (૨) વાંસદા (૩) ધરમપુર (૪) ડેડીયાપાડા (૫) નસવાડી (૬) સંતરામપુર (૭) મહુવા (૮) તરસાડી (૯) ભિલોડા (૧૦)દાહોદ (૧૧) નેત્રંગ (૧૨) ઉકાઇ (૧૩) દાંતા (૧૪) પાવીજેતપુર (૧૫) ઉમરપાડા (૧૬) દેવગઢબારીયા (૧૭) છોટાઉદેપુર (તેજગઢ) (૧૮) ગાંધીનગર (વાવોલ)


અનુ.જનજાતિની કન્યાઓ માટેની આદર્શ નિવાસી શાળા (ઉચ્ચતર માધ્યમિક શાળા ધો.૧૧ થી ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)

(૧) વ્યારા (ટીચકપુરા) (ર) વડોદરા (૩) સોનગઢ (૪) ચીખલી (૫) અંબાજી (૬) લીમખેડા (૭) છોટાઉદેપુર (વસેડી) (૮) ઝાલોદ (૯) ખેડબ્રહ્મા (૧૦) અમીરગઢ (૧૧) સાગબારા (૧૨) ઝઘડીયા (૧૩) ગાંધીનગર (રાયસણ) (૧૪) નવસારી (સીસોદ્રા)


આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ :

આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ (online application) મંગાવવા આવે છે. પ્રાવેશિક પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૯ માં પ્રવેશ આપવામાં આવશે, જયારે ઉપરોકત શાળાઓમાં ધો. ૧૦ થી ધો.૧૨ ની માન્ય સંખ્યા સામે ખાલી પડેલ બેઠકો લાયક વિધાર્થીઓથી ભરવામાં આવતી હોઇ પ્રવેશ મેળવવા માટે સંબંધિત આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. સંબંધિત નિવાસી શાળાના આચાર્યશ્રીઓ પ્રવર્તમાન નિયમોનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરશે. વધુ વિગતો માટે જે તે જિલ્લાના સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, મદદનીશ કમિશ્નરશ્રી (આ.વિ) ની કચેરી, આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી, પ્રાયોજના અધિકારીશ્રી-તાલાલાની કચેરી, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી-આહવા-ડાંગની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે. 


નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું ધોરણ :

  • ધોરણ ૮ પાસ કરેલ અને ધોરણ ૯ માં પ્રવેશ માટેની પ્રાવેશિક પરીક્ષામાં મેળવેલ ગુણ / ગ્રેડના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના છાત્રો માટે આવક મર્યાદા નથી.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો માટે વાલીની વાર્ષિક આવક રાજય સરકારશ્રી દવારા વખતોવખત નકકી કરવામાં આવે તે મુજબ રહેશે.


પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ :

આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માંગતા છાત્રો https://ans.orpgujarat.com આ વેબસાઇટ ઉપરથી ઓનલાઇન અરજી કરી કરી શકશે. અરજી કરવા માટે આ વેબસાઇટ તા.૨૧/૦૩/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ખુલશે તેમજ તા.૦૫/૦૪/૨૦૨૩ ના રોજ સાંજના ૧૮.૦૦ કલાકે બંધ થશે. ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે કોઇ પણ વિધાર્થી મુશ્કેલી અનુભવે તો સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ અથવા નજીકની આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે. જરૂરી સુચનાઓ, પરીક્ષા કેન્દ્રો ધરાવતા જીલ્લા અને તાલુકાની યાદી તેમજ અનુસૂચિત જનજાતિની ૭૫ આદર્શ નિવાસી શાળાઓની નામ / સરનામાની વિગતવાર યાદી ઉપરોકત વેબસાઇટ તેમજ કમિશનરશ્રી આદિજાતિ વિકાસની વેબસાઇટ https://comm-tribal.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. 

ઓનલાઇન અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે અરજી ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ તેમજ પરીક્ષા કેન્દ્રના જીલ્લા અને તાલુકાની યાદીનો અભ્યાસ કરીને જ ઓનલાઇન અરજી ફોર્મ ભરવા જણાવવામાં આવે છે. ઉમેદવારે તેઓની શાળાના આચાર્યશ્રી પાસેથી શાળામાં નોંધાયેલ ધોરણ ૮ ના છાત્ર તરીકેનો ૧૮ અંકડાનો આધાર ડાયસ નંબર ( Student U-DISE Number ) મેળવીને ઓનલાઇન અરજી ફોર્મમાં દર્શાવેલ જગ્યાએ લખવાનો રહેશે, જેથી અરજી ફોર્મમાં મોટાભાગની વિગતો આપોઆપ જ ભરાઇ જશે. સંબંધિત શાળાના આચાર્યશ્રીએ છાત્રોને Student U-DISE Number આપવાનો રહેશે, તેમજ શાળા કક્ષાએથી ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદ કરવાની રહેશે. ઉમેદવારે અનુકૂળ પરીક્ષા કેન્દ્રના જીલ્લા અને તાલુકાની પસંદગી ચોકસાઇ પૂર્વક કરવાની રહેશે, પછીથી તેમાં કોઇ ફેરફાર થઇ શકશે નહીં.

 અરજી ફોર્મમાં ફોટો તેમજ સહી માટેની દર્શાવેલ જગ્યામાં ઉમેદવારનો ફોટો તેમજ સહી જેપીજી ફોર્મેટમાં ( 20KB સુધીની ) અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ સંપર્ણ અરજી ફોર્મ ભરીને ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે. ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મ સાથે અન્ય કોઇપણ દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવાના નથી, પરંતુ, ઉમેદવારની મેરીટના ધોરણે પસંદગી થયા પછી તેમને આદર્શ નિવાસી શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે, તે સમયે તમામ અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. 

પ્રવેશ મેળવતી વખતે નિવાસી શાળાના આચાર્યશ્રી સમક્ષ જરૂરી તમામ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવી તેની એક પ્રમાણિત નકલ નિવાસી શાળાના આચાર્યશ્રીને આપવાની રહેશે. પ્રવેશ મેળવતી વખતે રજૂ કરેલ પ્રમાણપત્રો ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતો મુજબના હશે તો જ પ્રવેશ આપવામાં આવશે.


પ્રાવેશિક પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રોની ફાળવણી :

ઓનલાઇન અરજીફોર્મમાં ઉમેદવારે પસંદ કરેલ જીલ્લો અને તે જીલ્લાના આપેલ તાલુકાઓમાંથી પસંદ કરેલ તાલુકો ધ્યાને લઇ જે તે તાલુકાના કોઇ એક પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની ફાળવણી કરવામાં આવશે. જેનું પ્રવેશપત્ર (હોલ ટીકીટ) ઉમેદવારે ઉપરોકત વેબસાઇટ https://ans.orpgujarat.com/ પરથી જ સમયસર ડાઉનલોડ કરી લેવાનું રહેશે. પ્રવેશપત્ર (હોલ ટીકીટ) તા.૨૦/૦૪/૨૦૨૪ પછીથી ઉક્ત વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શાકાશે. પ્રવેશપત્ર (હોલ ટીકીટ) ડાઉનલોડ કરવામાં કોઇ મુશ્કેલી જણાય તો પોતાની શાળાના આચાર્યશ્રી અથવા નજીકની આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીનો સમ્પર્ક કરવાનો રહેશે.)


પરીક્ષા પધ્ધતિ :

પરીક્ષા આગામી તા.૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર) ના રોજ યોજવામાં આવશે, પરીક્ષાના દિવસે ઉમેદવારે બપોરે ૧૪:૦૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય બપોરના ૧૫,૦૦ થી ૧૭.૦૦ કલાક સુધીનો રહેશે, પ્રાવેશિક પરીક્ષા ધોરણ ૮ ના અભ્યાસક્રમને અનુલક્ષીને લેવાશે, પ્રશ્નપત્રમાં ભાષા કૌશલ્ય ક્ષમતા (અંગ્રેજી / ગુજરાતી / હિન્દી), ગણિત, વિજ્ઞાન તેમજ બુધ્ધિમત્તાને લગતા વિષયોમાંથી કુલ- ૧૦૦ માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે. પરીક્ષા ઓ.એમ.આર (OMR) પધ્ધતિથી લેવામાં આવશે, તેમજ પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:00 કલાક નો રહેશે.


અગત્યની તારીખો :

  • ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ : ૨૧, માર્ચ ૨૦૨૪ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૫, એપ્રિલ ૨૦૨૪ સાંજના ૧૮-૦૦ કલાક સુધી.
  • પરીક્ષાની તારીખ : ૨૮ એપ્રિલ ૨૦૨૪ (રવિવાર)
  • પરિણામ જાહેર કરવાની તારીખ : વેબસાઇટ https://ans.orpgujarat.com/ પર મુકવામાં આવશે.


અરજીફોર્મ ભરવાની બાબતમાં જો કોઇ વિદ્યાર્થીઓને મૂશ્કેલી જણાય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો

ફોર્મ ભરવા તથા ઓફિસિયલ વેબસાઇટhttps://ans.orpgujarat.com/

* સંબંધિત જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, મદદનીશ કમિશ્નરશ્રી (આવિ) ની કચેરી, આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી, પ્રાયોજના અધિકારીશ્રી-તાલાલાની કચેરી, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી-આહવા-ડાંગની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.


More Information :