Rajkot Municipal Corporation Recruitment 2024 | www.rmc.gov.in

 Walk in interview For Rajkot Municipal Corporation Recruitment 2024 | www.rmc.gov.in


રાજકોટ મહાનગરપાલિકા વોક ઇન ઈન્ટરવ્યુ

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે નીચેની વિગતે ધી જી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ ની કલમ ૫૩(૩) હેઠળ તદ્દન હંગામી ધોરણે ૦૬(છ) માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઈન્ટરવ્યુ તા.૦૬/૦૩/૨૦૨૪, બુધવારના રોજ બપોરે ૦૩:૦૦ થી ૪:૦૦ કલાક સુધી ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેથી સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.


જગ્યાનું નામ & જગ્યા / લાયકાત : 

  1. પર્યાવરણ અધિકારી (કરાર આધારિત) - 03 જગ્યા / ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ (GAS) કેડરમાં સરકારશ્રી માંથી નિવૃત્ત અધિકારી
  2. નાયબ પર્યાવરણ અધિકારી (કરાર આધારિત) - 03 જગ્યા / ચીફ ઓફિસર તરીકે નગરપાલિકામાંથી નિવૃત્ત અધિકારી


વયમર્યાદા :- ૬૨ વર્ષથી વધુ નહિ


એકત્રિત વેતન : નિવૃતિ સમયના સાતમાં પગારપંચના બેઝીક પગારના ૩૫% મુજબ માસિક એકત્રિત વેતન તેમજ પેન્શન ઉપર TI મળવાપાત્ર થશે.


શરતો :-

1) સા.વ.વિ. ના તા.૦૪/૧૧/૨૦૧૯ ના ઠરાવની જોગવાઈ અનુસાર જે અધિકારી તા.૦૧/૦૧/૨૦૧૬ પછી એટલે કે સાતમાં પગારપંચના પગારધોરણમાં નિવૃત થયા છે તેવા અધિકારીને તેઓના નિવૃતિ સમયના સાતમા પગાર પંચના બેઝિક પગારના ૩૫% મુજબ માસિક એકત્રિત વેતન તેમજ પેન્શન ઉપર TI મળવાપાત્ર થશે.

2) વય નિવૃતિ થયેલ અધિકારીને છેલ્લા બે વર્ષમાં ખાતાકીય તપાસના કારણોસર શિક્ષા થયેલ હશે તો તેવા અધિકારીને વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણુક આપવામાં આવશે નહી. તદુપરાંત જે અધિકારી સામે નિવૃતિ સમયે ખાતાકીય તપાસ ચાલુ પડતર/સુચિત હશે તેઓએ પણ વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણુક આપવામાં આવશે નહી.

૩) અધિકારીને નિવૃતિ બાદ કરાર આધારિત નિમણૂક આપવાની વિચારણા કરવા માટે તે અધિકારીના ૧૦ વર્ષના ખાનગી અહેવાલો ધ્યાને લેવામાં આવશે અને તેમાં કોઈ વિરુધ્ધ નોંધ ન હોવી જોઈએ.

4) કરાર આધારિત નિમણુક આપ્યા પછી સરકાર/મહાનગરપાલિકા ગમે તે સમયે કોઈ પણ કારણ આપ્યા વિના સંબંધિત અધિકારીની કરાર આધારિત સેવાનો અંત લાવી શકાશે.

5) સબંધિત અધિકારી એક (૧) માસની નોટીસ આપીને અથવા એક માસનો નોટીસ પે ભરીને કરાર આધારિત નિમણુકનો અંત લાવી શકાશે.

6) કરાર આધારિત નિયુક્તિ દરમ્યાન તેમને પ્રતિ માસ એક પરચુરણ રજા મળવાપાત્ર રહેશે. પરંતુ અન્ય કોઈ રજા મળવાપાત્ર થશે નહી.

7) રાજીનામું સ્વૈચ્છીક રાજીનામું/સ્વૈચ્છીક નિવૃતી આપેલ/લીધેલ હોય તેવા અધિકારીઓ અરજી કરી શકશે પરંતુ તેઓએ સરકારશ્રીમાં વર્ગ-૧/૨ ના હોદ્દા પર ઓછામાં ઓછો ૧૫(પંદર) વર્ષનો અનુભવ હોવો જોઈશે.

8) સદર ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.

9) ૦૬(છ) માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટ્ટા થયેલા ગણાશે.

10) સદરહું ભરતી અન્વયેની નિમણુક રાજ્ય સરકારશ્રીની મંજુરીને આધિન રહેશે.


અન્ય વિગતો :-

1) ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રો(નિવૃત્તિ હુકમ સહીત)ની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. તેમજ ઉક્ત શરત નં.૩ મુજબના છેલ્લા ૧૦ વર્ષના ખાનગી અહેવાલોની નકલ સાથે રાખવાની રહેશે.

2) ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટwww.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.


More Information :