RTE Admission Process Form Filling Date Extended 2024-25 | rte.orpgujarat.com

  RTE Admission Process Form Filling Date Extended 2024-25 | rte.orpgujarat.com


RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૪-૨૫ અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્છુક અરજદારશ્રીઓ તરફથી ઓનલાઈન અરજી મંગાવવા અંગેની પ્રક્રિયા અર્થે સમયગાળો વધારવા બાબતે


RTE ACT-2009 ની કલમ ૧૨.૧ (સી) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫નાં જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામુલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન અરજી કરવા અર્થે નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા તા. ૦૫/૦૩/૨૦૨૪નાં રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવેલ.

પરંતુ, આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારશ્રીઓને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજુઆતો મળેલ. જે ધ્યાને લઈ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. ૩૦/૦૩/૨૦૨૪, રાત્રીનાં ૧૨.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. આથી, તા. ૨૭/૦૩/૨૦૨૪ થી ૩૦/૦૩/૨૦૨૪ દરમિયાન પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારશ્રીઓ ઓનલાઈન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર જઈ અરજી કરી શકાશે.


Official Notificationhttps://rte.orpgujarat.com/Content/Docs/Press%20Note26.03.24.pdf_26_03_2024_05_22.pdf


Official Websitehttps://rte.orpgujarat.com/


More Information :