Gujarat Police Bharti 2024 | Gujarat 12472 Police Recruitment 2024 Notification | OJAS
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.
જગ્યાનું નામ અને જગ્યાઓ :
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) : ૩૧૬ જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) : ૧૫૬ જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) : ૪૪૨૨ જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) : ૨૧૭૮ જગ્યાઓ
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) : ૨૨૧૨ જગ્યાઓ
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) : ૧૦૯૦ જગ્યાઓ
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) : ૧૦૦૦ જગ્યાઓ
- જેલ સિપોઇ (પુરૂષ) : ૧૦૧૩ જગ્યાઓ
- જેલ સિપોઇ (મહિલા) : ૮૫ જગ્યાઓ
કુલ : ૧૨૪૭૨
ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે.
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Online Application Starting Date : 04/04/2024
Last Date For Online Application : 30/04/2024
Official Notification : https://lrdgujarat2021.in/Downloads%2FGPRB_Details_Advertisement.pdf
Apply Online : https://ojas.gujarat.gov.in/
More Information :